શ્રી ભૂતકોટડા પ્રાથમિક શાળાની કૃતિ સ્માર્ટ સ્કેરક્રોની પસંદગી થઈ

તાજેતરમાં જ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં શ્રી ભૂતકોટડા પ્રાથમિક શાળાની કૃતિ સ્માર્ટ સ્કેરક્રોની પસંદગી થઈ છે.

જે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ કૃતિ શાળાના બાળવૈજ્ઞાનિક ઢેઢી સાર્થ દુર્લભજીભાઈ અને દુબરિયા પ્રિયાંગ રસિકભાઈએ તેમના માર્ગદર્શક શિક્ષક ધોરી કલ્પેશભાઈ મહાદેવભાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી.

તાલુકા કક્ષાએ નંબર મેળવવા બદલ શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સમગ્ર સ્ટાફમિત્રોએ આ ટીમ ને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શાળા અને ગામનું નામ રોશન કરવા બદલ ગામના સરપંચે પણ આગળ જતાં પ્રગતિ કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.