મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં અભ્યાસની સાથે જ વિદ્યાર્થીમાં વ્યવસાયિક સૂઝબુઝ કેળવાય તે હેતુ થી આવતીકાલે Bharti Child Business Fair ઉજવવામાં આવશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી હરેશભાઈ બોપલીયા (પ્રમુખ – મોરબી સીરામીક એશોશીયેશન) દ્વારા કરવામાં આવશે.આ બિઝનેસ ફેર માં અવનવા વ્યવસાયિક સ્ટોલ જેવા કે પાણીપુરી, સેન્ડવીચ, જ્યુસ, સાડી સોપ, દિવાળી કલર અને લાઈટ, નર્સરી, મીઠાઈ, સ્ટેશનરી, ભેળ તે સાથે રમકડાં જેવા નાના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોલ બનાવવામાં આવશે.
તો આપ મોરબીના લોકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ અવનવી ખરીદી કરવા શાળાએ અવશ્ય મુલાકાત લેશો.
તારીખ : ૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર), સમય : સવારે ૮ થી સાંજે ૫ સુધી, સ્થળ : ભારતી વિધાલય,ગિરિરાજ સોસાયટી, ઉમાં ટાઉનશીપ પાછળ, મોરબી – ૨