મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની સફળ કામગીરી બાદ કારોબારી ચેરમેન તરીકેનો પદભાર સંભાળતા પ્રવિણ સોનગ્રા
મોરબી જિલ્લા પંચાયતના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદેદારોની વરણી થતા પ્રવિણભાઈ સોનગ્રાએ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સુચારુ સુવ્યવસ્થિત કામગીરી કરેલ હતી. અઢી વર્ષના કાર્યકાળમાં સરકારી પ્રાથમિક શાળાઓના આશરે 200 જેટલા જર્જરિત વર્ગખંડો બાંધકામ સમિતિને સાથે રાખી જિલ્લા વહીવટી તંત્રની મદદથી ડીમોલેશન કરાવી નવા વર્ગખંડો નિર્માણ કરવાનું અગત્યનું કામ પાર પાડ્યું
એવી જ રીતે શાળાઓના રોજબરોજના વ્યવહારમાં ઉપયોગી સ્ટેશનરી સાહિત્ય શાળાઓને પૂરું પડવાનું કામ તેમજ તાલુકા જિલ્લાફેર બદલી કેમ્પો,નવનિયુંકત વિદ્યા સહાયક ભરતી કેમ્પ વગેરે કામો વ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ કર્યા બાદ બીજી ટર્મ માટે મોવડી મંડળ દ્વારા પ્રવિણભાઈ સોનગ્રાને પ્રમોશન આપી કારોબારી ચેરમેન તરીકે વરણી કરતા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકેનો કારોબારી સમિતિના સભ્યોની ઉપસ્થિતમાં વિધિવત પદભાર ગ્રહણ કરેલ છે.