ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિવાળીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે એમપી શેઠ ગર્લ્સ હાઇસ્કુલ માં રંગોળી અને આરતી ડેકોરેશનની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો અને ખુબ સુંદર રંગોળીઓ અને આરતી ની થાળી સજાવી હતી બંને કેટેગરીમાં ક્લબ મેમ્બર કવિતાબેન મોદાની તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા. સાથે ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે ઇનામ ક્લબ મેમ્બર રૂપલબેન શાહ તરફથી આપવામાં આવ્યા હતા. આ હરીફાઈમાં જજ તરીકે રૂપલબેન શાહે સેવા આપી હતી
આ સાથે મેમ્બર્સ પ્રીતિબેન દેસાઈ, પુનીતાબેન છૈયા, સુનિતાબેન દોશી, હીનાબેન પંડ્યા, માલાબેન કક્કડ, નીલાબેન છનીયારા, કામિનીબેન સિંગ બધાએ હાજરી આપી સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ એમપી શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ના પ્રિન્સિપાલ દીપ્તિબેન અગ્રાવત અને તેમના સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.