મોરબી : જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બે દિવસિય ક્રિએટિવ વર્કશોપ યોજાયો

મોરબીના કન્યા છાત્રાલય કેમ્પસની જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બે દિવસ અનલોકિંગ ક્રિએટિવિટી બીયોન્ડ ક્લાસરૂમ વર્કશોપ યોજાયો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીનીઓને ફેશન ડિઝાઈનિંગ ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટેટ મેનેજમેન્ટ ઝુમ્બા વર્કઆઉટ દ્વારા અલગ અલગ સેશનમાં વિષય અનુસાર ખૂબ સરળ ભાષામાં ઊંડું જ્ઞાન અને સમજણ આપી હતી.

વર્કશોપમાં રિસાયેલીંગ ફેશન અંતર્ગત અલગ અલગ વેસ્ટમાંથી કપડાં ડિઝાઇન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓએ કેમ્પસમાં ફનફેરનું આયોજન કર્યું હતું. વર્કશોપ ખૂબ સફળતા પૂર્વક પાર પાડવા માટે પ્રિન્સિપાલ આરતી રોહને સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો આભાર માન્યો હતો.