ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં પીવાના પાણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ હડમતિયા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોના અથાગ પ્રયત્નો અને સહિયારા સહિયોગથી ઉકેલ..
ટંકારા તાલુકાના હડમતિયા ગામે નવી લાઈનમાં કનેકશન આપી ચાલું કરેલ છે આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ ગ્રામપંચાયતના સદસ્યોશ્રી તથા ગ્રામજનોના સહિયારા સહિયોગથી ઉકેલ લાવતા હડમતિયા ગામમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.
જો હવે આ પીવાના પાણીની લાઇનમાં કોઈ કનેક્શન લેશે તેને બે લાખનો દંડ ફટકારવામાં આવશે. આ કનેક્શન કોણે લીધું છે તે બાતમી આપનારને દશ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા, તેમના પતિ પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા