પ્રાચીન સંસ્કૃતીની ધરોહર જાળવવા આજે પણ વડીલોની સાથે સાથે યુવાનો અને બાળકો પણ પ્રભાતીયાનું ગાન કરે છે
વહેલી પરોઢે અમુક અવાજ માનવ જીવનના માનસપટ પર વિસરાય ગયા છે, જેવા કે દરણા દળાતી ઘંટી, છાશ વલોવતા વલોણાં, પંખીઓના મીઠા કલરવ, ગાયના ગોદરે ગાયના ભાંભરડા , મંદિરના ઘંટડીના આવાજ, પરોઢીએ પનિહારીઓના બેડાના આવાજ દુર્લભ થઈ રહ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઈને વર્ષોથી આજે પણ જુના ગામ રામજી મંદિર અને નવા પ્લોટમાં રામજી મંદિરે પ્રભાતીયાના મીઠા સુર સાંભળીને શ્રી હરિનુ મન હરી જાય તેવા પ્રભાતીયાનુ ગાન થઈ રહ્યુ છે.
જાગને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા ટંકારાના હડમતિયામાં પ્રાચિન સંસ્કૃતીની ધરોહરરુપે આજે પણ “જાગ ને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા” પ્રભાતિયાના મીઠા સુર રેલાઈ રહ્યા છે.
પ્રાચીન સંસ્કૃતીની ધરોહર જાળવવા આજે પણ વડીલોની સાથે સાથે યુવાનો અને બાળકો પણ પ્રભાતીયાનું ગાન કરે છે
વહેલી પરોઢે અમુક અવાજ માનવ જીવનના માનસપટ પર વિસરાય ગયા છે, જેવા કે દરણા દળાતી ઘંટી, છાશ વલોવતા વલોણાં, પંખીઓના મીઠા કલરવ, ગાયના ગોદરે ગાયના ભાંભરડા, મંદિરના ઘંટડીના આવાજ, પરોઢીએપનિહારીઓના બેડાના આવાજ દુર્લભ થઈ રહ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઈને વર્ષોથી આજે પણ જુના ગામ રામજી મંદિર અને નવા પ્લોટમાં રામજી મંદિરે પ્રભાતીયાના મીઠા સુર સાંભળીને શ્રી હરિનુ મન હરી જાય તેવા પ્રભાતીયાનુ ગાન થઈ રહ્યુ છે.
જાગને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા…. જળ કમલ છાંડી જા ને બાળ… .મારુ રે પિયરીયું માધવપુરમા…. જેવા પ્રભાતિયાં આજે સાંભળવા દુર્લભ બન્યા છે દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ટંકારાના હડમતિયામાં વર્ષોથી વહેલી પરોઢે નરસિંહ મહેતા, મીરાબાઈ રચીત પ્રભાતીયાનું સુંદર લયથી ગાન કરવામા આવી રહ્યુ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતી આજ ભુલાય રહી છે ત્યારે શ્રી હરીનું મન મોહી લે તેવા “જાગોને જશોદાના જાયા વેલણા વાયા, મારુ રે પિયરીયું માધવપુરમા, પઢો રે પોપટરાજા રામના જેવા અનેક પ્રભાતીયા યુવાનો, બાળકો, બુઝુર્ગો વહેલી સવારે રામજી મંદિરે આલ્હાદક આવાજમા સાંભળીને મન હરી જાય છે.
એટલે જ તો જૈન મુનિ હંસબોધિ વિજયજીની આ પંક્તિને અનુસરતા કહેવું પડે છે કે… સાહેબ..!!! “ફક્ત સંપતિ તો માણસને ધનવાન બનાવે છેે, જયારે પ્રભુભક્તિ તો કંકરને પણ શંકર બનાવે છે.” આમ પૈસો જ સર્વસ્વ નહી પણ શ્રી હરિને પામવાનો ઉતમ રસ્તો જો કાઈ હોય તો તે છે પ્રભુભક્તિ…
ઉલ્લેખનીય છે કે આજની યુવા પેઢી પ્રાચીન સંસ્કૃતી ભુલી રહી છે ત્યારે અહી નાની કુમળી વયના બાળકો મંજીરા, તબલા વગાડી ભગવાનની ભક્તિ કરવામા લીન જોવા મળે છે તે એક ગર્વની વાત છે.