શુભ મોરબીની એલિટ સ્કૂલમાં 7 માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે પોતાનો 12મો જન્મદિવસ કંઈક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું. શુભ રાજાએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ 60 જેટલી સગર્ભા મહિલાઓ અને બાળકોને અમુલ ફ્લેવર્ડ મિલ્કની બોટલ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને દાખલ સગર્ભા બહેનોના આશીર્વાદ મેળવ્યા.
શુભ રાજાએ આ રીતે સેવાકીય કાર્ય દ્વારા જન્મદિવસની ઉજવણી કરીને બીજા બાળકોને એક પ્રેરણા પુરી પાડી છે. શુભના માતા હેતલબેન તથા પિતા રવિભાઈ બંને શિક્ષકો છે અને તેઓ તેમના વિદ્યાર્થીઓને પણ આવા સેવાકીય કર્યો કરવાની પ્રેરણા આપતા હોય છે.
આ ઉપરાંત શુભ તેમના માતા પિતા અને તેના ફૈબા દીપબેન ના માર્ગદર્શન અને સહયોગથી ‘Sunday Service’ નામથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ કરે છે કે જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ત્યાં જઈને સિઝનલ ફળો, ચોકલેટ, કપડાં વગેરે નું વિતરણ કાર્ય કરે છે.