મોરબી જિલ્લાના ગામોમાં બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

મોરબી જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે બસ સ્ટેશન, વાંકાનેર તાલુકાના ઢૂવા અને અમરસર ગામે રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનની સાફ-સફાઇ, ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી વગેરે કામગીરી કરવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે બસ સ્ટેશન, વાંકાનેર તાલુકાના ઢૂવા અને અમરસર ગામે રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.