આવતીકાલે : મોરબીમાં અનેક વિસ્તારોમાં વીજ કાપ રહેશે

મોરબી શહેર-૧ પેટા વિભાગ : તારીખ ૦૮.૧૧.૨૦૨૩ ના બુધવારના રોજ નવા કનેક્શન ની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી મુનનગર ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

મોરબી શહેર-૨ પેટા વિભાગ : તારીખ ૦૮.૧૧.૨૦૨૩ ના બુધવારના રોજ નવા કનેક્શન ની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી શોભેશ્વર ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા જૂના ઘુંતું રોડ પર ના જિલ્ટોપ સિરામિક આસપાસ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૮/૧૧/૨૦૨૩ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રહેશે

કાલિકાનગર સબ સ્ટેશનમાંથી નીકળતા આલ્ફા, ડોનેટો , ગજાનંદ (કાલિકા નગર ગામ), ગ્રેફોન, કૈલાશ, લેક્સસ, શુભ (લખધીરપુર ગામ) રોલટાસ તથા સેજોન ફીડર સવારે 7:00 થી બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. તથા એવન ફીડર સવારે 9 થી 10 , અમૃત ફીડર સવારે 10 થી 12 ,કૃપા ફીડર બપોરે 2 થી 4 તથા વુગા ફીડર (ધુટુ ગામમાં) સાજે 4 વાગ્યા થી ૬ વાગ્યા સુધી બંધ રહેશે.

નોંધ: મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.