ટંકારા : હડમતિયા ગામના તલાટી કમ મંત્રીની બદલી વિદાય સમારંભ યોજાયો

ટંકારા તાલુકાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રી મનીષાબેન ગજેરા ની બદલી થતાં તેમની જગ્યાએ અંબારામભાઈ દેત્રોજાને ચાર્જ સોંપવામાં આવ્યો

હડમતીયા ગામમાં નોકરી કરતા શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હતા ત્યારે અચાનક બદલી થતાં હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ તેમને મોઢું મીઠું કરાવી અને ગિફ્ટ આપી તેમને વિદાય કરવામાં આવ્યા હતા તેમના પતિ પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા. મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હોવાથી હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચાયતના સદસ્યોઓએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યોઓ, શિક્ષકઓ હાજર રહી નવા તલાટી કમ મંત્રી અંબાલાલભાઈ દેત્રોજાને આવકાર્ય હતા