મોરબીના મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચમાં સાફ-સફાઈ કરાઈ

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની સાફ-સફાઈ ગ્રામ્ય વિસ્તારમાં ગાંડાબાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચની અંદર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા મિશન હેઠળ સ્વચ્છતા જાળવવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનમાં રાજ્યના નાગરિકો પણ હર્ષભેર જોડાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત તા. ૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધી મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવનાર છે.