મોરબી: દિવાળીને હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. દિવાળીનો પર્વ લોકોના જીવનમાં તેમજ ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે. આ પર્વમાં લોકો નવા કપડાં, નવા વાસણો અને નવા ઘરેણાં ખરીદતા હોય છે, અને પોતાની ખુશીઓ વ્યક્ત કરતાં હોય છે. જો કે, ઘણા ગરીબ પરિવાર એવા પણ હોય છે કે, જેમના ઘરે દિવાળીમાં આવી ખુશીઓ આવતી નથી. ત્યારે મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી પર્વની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરી હતી.
જેમાં મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ સહિતની સેવાવસ્તીમાં વસતા લોકોને 200થી વધુ લોકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે ગરીબ લોકોની દિવાળીમાં ખુશીઓના રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, કિંજલબેન માકાસણા, નિર્મળાબેન હડિયલ, વંસતાબેન ઉધરેજા, જાગૃતિબેન પરમાર, રૂતવીબેન ગજ્જર, ભાવિકાબેન ડાયાણી, દિવ્યાબેન કંઝારીયા સહિતના ગ્રુપના સભ્યો જોડાયા હતા.