મોરબી જલારામ મંદિર ખાતે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

મોરબી શહેરના રઘુવીર સેના સાવૅજનિક ટ્રસ્ટ અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૬ નવેમ્બરને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.), BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.

૧.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા,
૨.સાયટીકા/ સાંધાના વા /ઘૂંટણ માં ઘસારા / ગાદી ખસવી
૩.હાથ – પગ તથા મોઢાના લકવા – પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર
૪.તમાકું, ગુટકા તથા મોઢા ના કેન્સર ના ઓપરેશન પછી જકડાયેલ મોં
૫.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર
૬.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ
૭.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.
૮.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો
૯.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દી.

આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.
તેમજ રજીસ્ટ્રેશન માટે મો.8160282456, 9979435494 પર સંર્પક કરવો.

આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી નિર્મિતભાઈ કક્કડ તથા અન્ય સભ્યો યોગદાન આપી રહ્યા છે.