મોરબી પગાર કાંડનો મામલો એક આરોપીની ધરપકડ કરાઈ

મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુ.જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં પાંચ આરોપીના નામજોગ તેમજ સાત અજાણ્યા સહિતના ૧૨ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા ડી.ડી. રબારી નામના આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.