મોરબી શહેરના રઘુવીર સેના સાવૅજનિક ટ્રસ્ટ અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટરનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૬ નવેમ્બરને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમે સેવા આપી હતી.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રમુખ ગિરીશ ભાઈ, ગેલાણી નિર્મિત ભાઈ કક્કડ તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
ખરાબ વાતાવરણના કારણે જે લોકો કેમ્પ નો લાભ લઈ શક્યા નથી તે દર્દીઓને ફિઝીયોકેર-ફિઝીયોથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટરનો સંપર્ક કરવા ડો.કેશા અગ્રવાલની યાદીમાં જણાવાયું હતું. મો. ૮૧૬૦૨૮૨૪૫૬