માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ સગીરાને માતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ

તારીખ.28/11/2023 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 મા ફોન આવેલ કે સગીર વયની દિકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ધટના સ્થળે સગીરા સુધી પહોંચેલ સૌપ્રથમ તે સગીરાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ સગીર યુવતી ક્યારના અહીંયા એકલા દુકાન પાસે બેઠા હોય કશું બોલતા ના હોય ત્યારબાદ સગીરાનું કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ન હોવાથી સગીરા ને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ પૂછપરછ કરેલ ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ સગીરાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ સગીરા ના માતાને સોંપેલ

ત્યારબાદ તેમના માતા નું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની દીકરીને બાળપણમાં ખેંચ આવતી હોવાથી તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની દીકરી રાત્રે ઘરમાંથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળે નહીં તેઓ પણ ચિંતિત હતા ૧૮૧ ટીમે સગીર યુવતીને પરિવારને સોંપી અને ભવિષ્યમાં તેમની દીકરીનું ધ્યાન રાખવા સૂચન કરાયું
તરુણી ના માતાએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો