મોરબી : પગાર મુદ્દે બનેલ ઘટનામાં સંડોવાયેલ ગુનેગારોને કડક માં કડક સજા આપો : ABVP

સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલ મોરબી શહેર માં હાલમાં જ માનવતા ને કલંકિત કરતી ઘટના સામે આવી છે.મોરબીમાં યુવતીએ પોતાની ઓફિસ માં માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાનને 16 દિવસનો પગાર ન ચૂકવતા આ યુવાને પોતે કરેલ કામનું વળતર માંગતા તે આપવાને બદલે યુવતી અને તેના ભાઈ સહિતની ટોળકીએ અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે માર માર્યા બાદ યુવતીએ પગાર આપવાને બદલે પોતાનું પગરખું યુવાનના મોઢામાં લેવડાવ્યું હતું.

આ ઘટના નિંદનીય છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ સમગ્ર ઘટના ને વખોડે છે .આ સમગ્ર ઘટના સમાજજીવન માટે કલંકિત કરતી ઘટના છે.તેમજ આ ઘટના માં સંડોવાયેલ દરેક ગુનેગારોએ અમાનવીય કૃત્ય કરી ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરેલ છે અને હ્યુમન રાઈટ્સના નિયમોની અવગણના કરેલ છે. મનસ્વી વર્તન કાયદાની અવગણના માટે અને સમાજમાં આવી ઘટના ફરી વાર ન બને તે માટે આ ઘટના માં સંડોવાયેલ ગુનેગારો ને કડક માં કડક સજા થાય તેવી તંત્ર પાસે અપિલ કરે છે.

સમાજ માં ભવિષ્યમાં આ ઘટના ફરી વાર ન બને તે હેતુ દરેક સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો એ સાથે મળી આગળ આવવું જોઈએ જેથી સમાજમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે .તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આહવાન કરે છે.