ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે મોરબીના પ્રેમી પંખીડાએ મંદિરમાં કર્યો આપઘાત

ચોટીલા તાલુકાના ઠાંગા પંથકમાં આવેલ ઝિંઝુડા ગામના મંદિર કમ્પાઉન્ડમાં મોરબી જીલ્લાના સુલતાનપુર ગામના યુવાન વિશાલ લાભુભાઇ પાટડીયા અને તેની પ્રેમિકા સપના મુન્નાભાઇ સીસણોદાએ ઝાડ પરની ડાળીએ ચુનરી વડે ફાસો લગાવી આપઘાત કર્યાની જાણ પોલીસને થતા પોલીસે તુરંત ઘટના સ્થળે જઈને યુવક અને યુવતીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે.

આ બાબતે મળતી ખાનગી માહિતી મુજબ આ પ્રેમી જોડું છેલ્લા બે દિવસથી પોતાના ગામથી ગુમ હતા.