મોરબીની મહિલા ખેલાડીની ક્રિકેટ ટીમમાં સ્ટેટ લેવલે પસંદગી

મોરબીમાંથી ક્રિકેટ વુમન ખેલાડીની SGFI મા સ્ટેટ લેવલના કેમ્પમાં પસંદગી

અમદાવાદ બોપલ ખાતે થયેલ સિલેક્શનમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓ માંથી સ્કૂલ ગેમ (SGFI) ક્રિકેટનુ સીલેકશન ૨૯ ઓક્ટોમ્બર થી ૬ નવેમ્બરમાં થયેલ. આ અંગે યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતેથી કોચ તુલસીરાજ, જાવેદ ખુરેશી અને તેમના એકેડમી ના ઓનર પોતાની યાદીમાં જણાવે છે કે ગુજરાત સ્પોર્ટ્સ એકેડમીમાંથી ચાલુ વર્ષે ખેલાડીઓ જિલ્લા કક્ષા,રાજ્ય કક્ષા, અને યુનિવર્સિટી લેવલે પસંદગી પામેલ છે

હાલમાં સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા સ્ટેટ લેવલે સિલેકશન હતું જેમાં અમદાવાદ બોપલ ખાતે અંડર-19માં મીરા ભરતભાઈ મકવાણા નામે ખેલાડીની સ્ટેટ લેવલના કેમ્પમાં પસંદગી પામેલ છે

આ વિદ્યાર્થી ને તૈયાર કરનાર કોચ તુલસીરાજ અને એકેડમીના ઓનર કિરીટભાઈ , કેવિનભાઈ , નરેંદ્રભાઈ અને તમામ વાલીઓ બિરદાવેલ છે અને ખેલાડી નેશનલ લેવલે સારું પ્રદર્શન કરે એવી શુભેચ્છા પાઠવી છે