મોરબી જિલ્લા આયોજન સમિતિની ચુંટણી યોજવા માટેનો તબક્કાવાર કાર્યક્રમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તારીખ.૨૨/૦૧/૨૦૧૬ ના નોટીફીકેશનના નિયમ-૪ મુજબ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ નિયમ-૧૨ અન્વયે ચુંટણી સત્તાધિકારી અને મોરબી જિલ્લા કલેકટર દ્વારા ચુંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
આ ચુંટણી કાર્યક્રમ અનુસાર ૧૫મી ડિસેમ્બરે સવારના ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા.૧૮-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તા.૨૧-૧૨-૨૦૨૩ ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા.૨૨-૧૨-૨૦૨૩ ના રોજ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તા.૦૨-૦૧-૨૦૨૪ ના રોજ ચુંટણી સત્તાધિકારીએ જાહેર કરેલ મતદાન મથકો ઉપર આવશ્યક હોય તો સવારના ૯.૦૦ વાગ્યા થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. તા.૦૩-૧-૨૦૨૪ ના રોજ સવારે ૯.00 કલાકથી મતગણતરી કરવામાં આવશે અને તે જ દિવસે ચુંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.