મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયતના સંદર્ભે ઓનલાઇન મિટિંગ મળી

મોટિંગમાં મહાસંઘના મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓ જોડાયા

આજ રોજ અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન થી જૂની પેન્શન યોજના માટે અને સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવો સંદર્ભે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહાપંચાયતના આયોજન સંદર્ભે ઓનલાઈન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર જિલ્લા ના સમન્વયથી પદયાત્રા અને મહાપંચાયત આયોજન થશે.. ચાર જિલ્લાઓ પૈકી રાજકોટ , કચ્છ ,સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પદયાત્રા અને મહાપંચાયત કાર્યક્રમ બાબતે ચારે જિલ્લાના અધ્યક્ષ ,મંત્રી, સંગઠન મંત્રી અને દરેક કાર્યકર્તાઓ એ ઓનલાઇન મિટિંગમાં હાજરી આપી

આ મીટીંગની શરૂઆત નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠન મંત્રથી શરૂ કરી અને ત્યારબાદ મોરબી જિલ્લામાંના મંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા પદયાત્રા અને મહાપંચાયતના આયોજન સંદર્ભે માહિતી આપી. ત્યારબાદ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા કાર્યક્રમની સચોટ રૂપરેખા આપી અને ત્રણેય જિલ્લા ને આ પદયાત્રા અને મહાપંચાયત ની અંદર મોરબી જિલ્લામાં જોડાવા આવકાર્યા અને કાર્યક્રમની તૈયારીઓ વિશે માહિતગાર કર્યા. આ કાર્યક્રમમાં વધુમાં વધુ શિક્ષકો અને અન્ય સંગઠનો કર્મચારીઓને પણ જોડાય અને આ મહાપંચાયત અને પદયાત્રાને સફળ બનાવવા માટે ઉપસ્થિત જિલ્લાના કારોબારી સભ્યોને આહવાન કર્યું ત્યારબાદ મિટિંગમાં જોડાયેલા દરેક જિલ્લાના અધ્યક્ષ એ પોતાના મંતવ્ય રજૂ કર્યા.

મોરબી જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા કહેવામાં આવ્યું કે દરેક કાર્યકર્તાઓએ રૂબરૂ જઈ શિક્ષકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અને સફળ બનાવવા માટે કાર્ય કરવું..મહિલા પાંખના અધ્યક્ષ ડોક્ટર લાભુબેન કારાવદરા દ્વારા આ કાર્યક્રમમાં વધુમાં વધુ બહેનો જોડાયેલ એવું આહવાન કરવામાં આવ્યું..અતે દરેક જિલ્લામાંથી ઉપસ્થિત કારોબારી સભ્યોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં મોરબી જિલ્લાનાના મંત્રી કિરણભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને અંતે કલ્યાણ મંત્ર કરી મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવી.