યોજનાઓનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in પર અરજી કરવી
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણની યોજના અન્વયે જુદા જુદા વ્યવસાયો માટેની યોજનાનો લાભ લેવા માટે તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકાશે
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી મહિલા સમૃધ્ધિ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના, વ્યકિતગત લોન યોજના, ઇ-રીક્ષા, જનરલ ટર્મ લોન, જીપટેક્ષી માટે લોન મેળવવા ઓનલાઇન અરજીઓ કરી શકાશે.
ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ અરજદારોએ તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરિક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરશ્રીનો સંપર્ક કરીને ઓનલાઇન લોન અરજી કરવાની રહેશે.
મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ આ નિગમની યોજનાઓનો લાભ લેવા માટે નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ કન્ફોર્મ થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર-પુરાવા સહિત જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૩૦/૧૨/૨૦૨૩ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરીનો સંપર્ક કરવા જિલ્લા મેનેજર ડી. એમ.ની યાદીમાં જણાવાયું છે.