સજ્જનપર નિવાસી સુંદરજીભાઈ ચકુભાઈ દલસાણિયાનું 102 વર્ષની વયે ગત તા. 3 ડિસેમ્બરના અવસાન થતા સ્વ. સુંદરજીબાપાના સ્મરણાર્થે તેમના દિકરા વીરજીભાઈ સુંદરજીભાઈ દલસાણિયા, અરજણભાઈ દલસાણિયા, મગનભાઈ દલસાણિયા અને હરજીભાઈ દલસાણિયા દ્વારા સજનપર ગામની વાડી વિસ્તારમાં રહેતા નાના-મોટા તમામ મજુર ( આદિવાસી) લોકોને તા. 11 ના સાંજનું ભોજન કરાવવામાં આવ્યું હતું.
આ સાથે જ નવ દિવસ સુધી સજ્જનપર ગામમાં બાળકોને દરરોજ બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પુણ્ય કાર્ય કરી સ્વ.સુંદરજીબાપાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.