મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી પ્રસંગે ૧૧૦૦ કુંડી વૈદિકયજ્ઞનું આયોજન

મોરબી જિલ્લાના પનોતા પુત્ર અને ભારત વર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી પ્રસંગે આયોજિત સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત 1100 કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મોરબી જિલ્લાની સમગ્ર ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગુલામી માંથી મુક્તિ તથા વૈદ તરફ પાછા વાળો એવું સૂત્ર આપનાર સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે તા. ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી મુકામે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જે કાર્યક્રમમાં સમગ્ર મોરબી જિલ્લાની જનતા તથા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ જયંતી મહોત્સવ સમિતિ સાથે જોડાઈને મહાપુરુષ ને ભવ્ય સ્મરણાંજલિ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમા અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહેશે. પૂજ્ય આચાર્ય ભજનાનંદ આશ્રમ બોટાદ વાળા સ્વામી આત્માનંદ સરસ્વતી જી આર્શીવચન આપશે. તેમજ કાર્યક્રમમાં આચાર્ય આર્ય નરેશજી સંસ્થાપક ઉદગીથ આશ્રમ દોહર હિમાચલ પ્રદેશની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમ ટંકારાના આર્યભૂમી પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ એસ.પી. રોડ અને રવાપર ધુનડા રોડ વચ્ચે યોજાશે.

જે કાર્યક્રમમાં મોરબી જિલ્લાની ઘર્મ પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા સમિતિના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા તથા મંત્રી રામજીભાઈ બાવરવા તેમજ સમીતીના તમામ સદસ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય સહયોગી દાતા સ્વ.ભરતભાઈ હરિભાઈ કગથરાના પુત્ર રાજુભાઈ ભરતભાઈ કગથરા છે. જે 1100 કુંડી વૈદિક મહાયજ્ઞમાં વિના મૂલ્યે યજમાન તરીકે દરેક જ્ઞાતિના અને રાજ્યોના યજમાનો બેસે તે પ્રકારનું આયોજન સમિતિએ કર્યું છે. તેમજ ધ્વજારોહણ આચાર્ય આર્ય નરેશજીના વરદ હસ્તે ૨૩/૧૨/૨૦૨૩ ને શનિવારના સાંજે 04:00 વાગ્યે કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવશે.

જે કાર્યક્રમમાં અનેક વિશેષતાઓ પણ છે જેમ કે યજ્ઞ કાર્યમાં 260 કિલો દેશી ગાયનું શુદ્ધ ઘી,યજ્ઞમાં 325 કિલો હવન સામગ્રી જેમાં 100 જાતની ઔષધીઓ સાથે, યજ્ઞમાં ખીજડો,પીપળો,આંબો,ખેર અને સવન પાંચ જાતની સમિધા, યજ્ઞમાં બેસનાર યજમાનને કોઈ ચાર્જ નહીં, યજ્ઞ માટે 15 વિધાની વિશાળ જગ્યા, ધર્મસભા માટે 500×155 ફૂટનો વિશાળ ડોમ, કાર્યક્રમને અનુરૂપ પ્રદર્શન, જુદી જુદી 6 જગ્યાએ પાર્કિંગ અને કાર્યક્રમ પૂર્ણ થતાં આશરે 12,000 જેટલા લોકો માટે ભોજન – પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ પ્લાસ્ટિક મુક્ત સમાજ નો સંદેશ આપવા માટે સમગ્ર કાર્યક્રમમાં ક્યાંય પણ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવામાં નહિ આવે.ત્યારે કાર્યક્રમમા મોરબી જિલ્લાની ધર્મપ્રેમી જનતા ઉમટી પડે તે માટેની અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે.