મીલેટ પ્રોસેસીંગ યુનીટની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

મીલેટ પ્રોસેસીંગ યુનીટ બનાવવાની સહાય માટે મોબાઈલ દ્વારા https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકાશે

ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસીંગ યુનીટ બનાવવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાય માટે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી સહાય મેળવી શકાય છે.

        સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતઓ જરૂરી આધાર પુરાવા ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે.

સહાય બાબતે વધુ માહિતી મેળવવા નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.