મોરબી : આવતીકાલે મેન્ટેનન્સ કામગીરીને પગલે આ વિસ્તારોમાં વીજકાપ રહેશે

તારીખ ૧૭.૧૨.૨૦૨૩ નાં રવિવાર નાં રોજ પીજીવીસીએલ મોરબી શહેર પેટા વિભાગ-૨ હેઠળ ના સિટી ફીડરના નીચે મુજબ ના વિસ્તારો માં સમારકામ હેતુ સવારે ૭.૩૦ વાગ્યા થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ ના માનવંતા ગ્રાહકોની જાણ સારું. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસ ના વિસ્તારો માં પાવર બંધ રહેશે

તારીખ ૧૭.૧૨.૨૦૨૩ ના રવિવારના રોજ નવા કામની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. નેહરુ ગેટની આસપાસનો તમામ વિસ્તાર બંધ રહેશે.