મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે તા.૩૧-૧૨-૨૦૨૩ ના રોજ વાર્ષિક સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વાર્ષિક સામાન્યસભા તા.૩૧-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૮ કલાકે પંચમુખી હનુમાનજીનું મંદીર, ધરમપુર રોડ, ઊમા ટાઉનશીપ સામે, મોરબી-૨ ખાતે રાખવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા પેન્સનર સમાજના આજીવન સભ્યોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જે.એસ. ડાંગર દ્વારા જણાવાયું છે.