રાજ્યપાલની મોરબી મુલાકત અર્થે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન

મોરબી ખાતે આગામી તા.૨૪-૧૨-૨૦૨૩ ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકાત અર્થે કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

તા.૨૪-૧૨-૨૦૨૩ના રોજ આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ મોરબી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યજ્ઞમાં માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના હોય તે સંદર્ભે મોરબી જિલ્લા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની ઉપસ્થિતમાં મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા અને સુચારૂ આયોજન કરવા સુચનો કર્યા હતા.