મોરબી : B.Sc Sem 3 ના પરિણામમાં જિલ્લાના ટોપ 5 નવયુગ મહિલા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં પ્રથમ ૫ સ્થાન મેળવ્યા છે.

મોરબી જિલ્લા પ્રથમ બાવરવા પાયલ ૯૨.૦૦%, દ્વિતીય ચૌહાણ વૈશાલી ૯૧.૪૫%, તૃતીય ભાલોડીયા વૃંદા ૮૯.૪૫%, ચતુર્થ માલવત કૌશર ૮૮.૫૫%, પાંચમા સ્થાને પાનેસરા પ્રિયાંશી ૮૮.૧૮% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.