બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે રાજ્યભરમાં ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર અને ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખેડૂતોને બાગાયતી યોજનાઓથી માહિતગાર કરવા ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખેડૂત શિબિરમાં મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ અને આત્માના કર્મચારીઓ દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો વધુને વધુ લાભ ખેડૂતો કઇ રીતે લઈ શકે તે અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત, પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી.