અયોધ્યા અક્ષત કળશ પૂજન,વૈદીકયજ્ઞ, ધૂન કીર્તન,મહાઆરતી, પ્રસાદ, સંતવાણી, પુસ્તક પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાનું કેન્દ્ર એવા મોરબીના વરિયા મંદિર મુકામે શ્રી ઠાકર ભજન મંડળ, જય ગુરુદેવ ગ્રુપ, અને સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના સહકારથી આગામી તારીખ ૩૦/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ વરિયા મંદિરના મહંત પરમપુજ્ય ગુરૂશ્રી વિરદાસબાપુની ૧૯ મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં તારીખ ૩૦ ના રોજ સવારે ૮:૩૦ કલાકે પંચકુંડી વૈદીક વાતાવરણ શુદ્ધિ યજ્ઞ નું આયોજન કરાયું છે
જેમાં મોરબીની વૈદીક યજ્ઞ સમિતિ દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, ૪ કલાકે અયોધ્યા ભગવાન શ્રી રામ જન્મભૂમિથી આવેલ અક્ષત કળશ ના સામેયા અને પૂજનનો ભવ્ય કાર્યક્રમ તેમજ બટુકભોજન,૫ કલાકે મોરબીના પ્રસિદ્ધિ શ્રી ગોકુળના બાલા હનુમાન ધૂન મંડળ અને શ્રી વરિયા મહિલા ધૂન મંડળ નો ધૂન કીર્તન કાર્યક્રમ,૬ કલાકે ગુરૂજીની મહાઆરતી યોજાશે જેમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ અને સહુ ધર્મપ્રેમી જનતા અને ગુરુસેવકો જોડાશે,સાંજે ૬,૩૦ થી ૮ કલાક દરમ્યાન મહાપ્રસાદ નું આયોજન છે જેમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના દરેક ગામમાં વસતા વરિયા પ્રજાપતી સમાજના ઉંબરાદિઠ એક વ્યક્તિ પ્રસાદ માટે આમંત્રણ પાઠવવાયું છે. ત્યારબાદ રાત્રીના ૯:૩૦ કલાકે સંતવાણી આયોજન કરાયું છે
જેમાં સંતવાણી સુપ્રસિદ્ધ કલાકારો પ્રકાશ ગોહિલ સહિતના કલાકારો સંતવાણના સૂરો રેલાવશે દિવસ દરમ્યાન બપોરે ૨ થી ૫ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળમાં કાર્યરત પુસ્તકાલય ના ૧૧૦૦ જેટલાં ધાર્મિક આદ્યાત્મિક, સાહિત્ય,પુસ્તકોનું પ્રદર્શન યોજાશે. દિવસ દરમ્યાન યોજાનાર કાર્યક્રમમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના ગુરુદ્વાર શ્રી નકલંકધામ હડમતીયા ના મહંત ગુરૂશ્રી મેહુલદાસબાપુ, તેમજ વાવડી કર્મયોગી આશ્રમથી જયરાજનાથજીબાપુ તેમજ અનેક સંતો મહંતો ઉપસ્થિતિ રહેશે.સમગ્ર આયોજનની તડામાર તૈયારી મોરબીના શ્રી ઠાકર ભજન મંડળ,જય ગુરુદેવ ગ્રુપ, પ્રજાપતિ સમાજના યુવાનો અને ગુરુભક્તો દ્વારા કરાઈ રહી છે.