મોરબી:જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા લીઝ ધારકોને ખનિજ કાઢવા, વેચવા માટેના પરવાનો આપવામાં આવતો હોય છે. જે લીઝ ધારકો દ્વારા કાઢેલ ખનિજ નું મેળવવું કરવા માટે રોયલ્ટી પાસ ઇસ્સું કરવામાં આવતા હોય છે. જે રોયલ્ટી પાસ ઓનલાઈન ઇસ્સું થતા હોય છે.તેમજ ખનિજ વાહનનું વહન કરતા વાહન ચાલકોએ પણ ઓનલાઈન પોતાનું વાહન ખાણ ખનિજ વિભાગમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો વાહનનું રજિસ્ટ્રેશન કરાવેલ ન હોઈ તો રોયલ્ટી પાસ ઇશ્યુ થઈ શકે નહીં.
પરંતુ ખાણ ખનિજ વિભાગમાં રજિસ્ટ્રેશન કરેલ વાહન માલિકો દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરીનો માલ ભરવામાં આવતો હોય છે. જે માલ ભરી ખનિજ ચોરો 10 ટન કે 15 ટન સુધીની રોયલ્ટી રૂ ૭૦૦ માં મેળવી લે છે. ગેરકાયદેસર રોયલ્ટી પાસ મેળવવા સાવ આસન છે.મોરબી જિલ્લામાં આવેલ લીઝ ધારકો કરોડો રૂપિયાના બ્લેક રોયલ્ટી પાસ બજારમાં વેચી રહ્યા છે. જો કે આ બ્લેકમાં રોયલ્ટી પાસ મેળવી ખનિજ ચોરો આસાનીથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે.
ત્યારે જોવાનું એ રહ્યું કે જિલ્લા ભૂસ્તર અધિકારી આ ખનન માફિયાઓને બ્લેકમાં રોયલ્ટી પાસ ઇશ્યુ કરનાર લીઝ ધારકો સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ?