મોરબી : ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો ટુંકાગાળાનો નિ:શુલ્ક કોર્ષ શરૂ

૧૮ વર્ષની ઉંમર તથા ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓટોમોબાઇલ સેકટરનો ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો નિ:શુલ્ક શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

આ શોર્ટ ટર્મ કોર્ષ કરવા માટે ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ વર્ષની ઉંમર તથા ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ ૧૦ પાસ કર્યાની માર્કશીટ , જાતીનુ પ્રમાણપત્ર , ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સની નકલ, આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ વગેરે સાથે લઈને જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અથવા ૯૨૭૪૩૪૯૯૩૫, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.