ખનિજ ચોરોની સરકારને ખુલ્લી ધમકી:તાકાત હોઈ તો પકડી બતાવો!!

શાસક પક્ષના અનેક મોટા માથાઓ દ્વારા ખનિજ ચોરીના સેટિંગ પાડવામાં આવતા હોવાની પણ સૂત્રોના હવાલેથી માહિતી મળી.

ખનિજ ચોરીનું પ્રમાણ વધતા સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષની આવક જોવામાં આવે તો રોયલ્ટીની આવકમાં મોટો ઘટાડો થયો છે તેમ છતાં ખનિજ વિભાગ સબ સલામતની વાતો કરી રહી છે દિવસેને દિવસે ખનિજ ચોરી વધી રહી છે જેના કારણે સરકારી તિજોરી ને નુકશાન થઈ રહ્યું ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ખનન માફિયાઓની તિજોરી ભરાય રહી છે

મોરબી જિલ્લામાં સરકારી તંત્રમાં અત્ર તત્રને સર્વત્ર અંધારપટ છવાયેલો છે આ અંધારપટ એટલે ઘુસ,હપ્તા,લાંચ ને ભ્રષ્ટાચાર.લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચારનો વ્યાપ એટલો વધી ગયો છે કે સરકારી તંત્રને પણ આંખે પાટા બંધાય ગયા છે જેનો લાભ જિલ્લાના ખનન માફિયાઓ લઈ રહ્યા છે.

ખાસ અંગત સૂત્રો હવાલેથી જાણવા મળતી માહિતી મુજબ ખાણ ખનિજ વિભાગ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીની આંખો હોવા છતાં આંખે પાટા બાંધી ખનન માફિયાઓ ને છુટોદોર આપી રહ્યું છે ખાણ ખનિજ વિભાગ, પોલીસ વિભાગ બન્ને વચ્ચે જાણે લાંચ લેવાની હરીફાઈ જામી હોઈ એમ સરકારી ખજાનો લૂંટાઈ રહ્યો છે ને ઘરની તિજોરીઓ ભરાઈ રહી છે ?

મોરબી જિલ્લાના કલેકટર પણ જાણે ખનન માફિયાઓથી ડરતા હોઈ તેમ જિલ્લાના પ્રથમ નાગરિક હોવા છતાં ખનિજ ચોરી ડામવામાં નિષ્ફળ નીવડ્યા છે ? ખાણ અને ખનિજ ચોરીમાં મસ મોટા હપ્તાઓ ખાય ને પેટ ભરતા અધિકારીઓ જાતે જ પોતાના કર્મનું નાણું ગુમાવી રહ્યા છે