સરપંચે પોતાના હોદ્દોનો દુરુપયોગ કરીને તેમના પતિના નામે તેમજ સાવકા દિકરાનાં નામે વાઉચર બનાવીને નાણાનું ચુકવણું કરેલ હોય મોરબી ડી.ડી.ઓ. દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS)એ સતાપર ગ્રા.પં.નાં સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા
મોરબી જિલ્લામાંવાંકાનેરતાલુકાના સતાપર ગ્રામ પંચાયતના સરપંચજીલુબેન રમેશભાઈ ગણાદિયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામેકુલ ૦૪ કામો માટે તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ ૦૫ કામો માટે વાઉચરો બનાવીને નાણાનું ચુકવણું કરેલ હતું.
આમ, સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તેમની સાથે લોહીનો સંબંધ ધરાવતા પતિ તેમજ સાવકા દીકરાને નાણાનું ચુકવણું કરીનેસરપંચે પોતાનું નાણકીય હિત સાધેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળજિલ્લા વિકાસ અધિકારી, મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારાસતાપર ગ્રા.પં.નાં સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા.