મોરબી,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક હિતમેં સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કામ કરતું અને બાળકના હિતને સર્વોપરી રાખી કામ કરતા મહાસંઘની મહિલા ટીમના કાર્યકર્તા બહેનોએ જિલ્લા પંચાયત ખાતે હંસાબેન પારેધી પ્રમુખ જિલ્લા પંચાયત તેમજ નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા અને છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંનિષ્ઠ કામગીરી કરનાર પ્રવિણભાઈ અંબારીયા વગેરે અધિકારી, પદાધિકારીઓ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી, ટંકારાના શિક્ષિકા જયશ્રીબેન રાજકોટીયા લેખિત પુસ્તક નટખટ (શ્રીકૃષ્ણ જીવન ચરિત્ર), દેશથી પરદેશ, પરીબાઈની પાંખે, હાથીદાદાની પૂંછ વગેરે પુસ્તકોથી ડો.લાભુબેન કારાવદરા મહિલા સંગઠન મંત્રી મોરબી-સુરેન્દ્રનગર વિભાગ, વિણાબેન દેસાઈ મહિલા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજા મહિલા મંત્રી જિલ્લા ટીમ મોરબી, પ્રજ્ઞાબેન ફુલતરિયા મહિલા ઉપાધ્યક્ષ મોરબી તાલુકો અસ્મિતાબેન ગડારા સ્વાતીબેન ત્રિવેદી, ક્રિષ્નાબેન કાસુંદ્રા વગેરેએ સ્વાગત,અભિવાદન કર્યું હતું.
હાલમાં શાળાઓમાં 60% માતૃશક્તિ બહેનો ફરજ બજાવતા હોય અને ડીપીઈઓ તરીકે બહેન હોય સ્વાભીવિક છે કે એમની પાસે શિક્ષિકાઓની અપેક્ષાઓ વધુ હોય,ડીપીઈઓબહેનની પણ શિક્ષિકા બહેનો પાસે ગુણવત્તાલક્ષી શિક્ષણની અપેક્ષા હોય એવી બધી વાતો થઈ હતી. હંસાબેન પારેધી પ્રમુખ જિલ્લા પંચાયતે પણ બધા જ શિક્ષિકા બહેનો સાથે ખુબજ સ્નેહપૂર્ણ રીતે વાત કરતા જણાવ્યું કે શિક્ષણકાર્યમાં અવરોધરૂપ કોઈપણ બાબત હોય અમને જણાવશો,ડો.લાભુબેન કારાવદરાએ શૈક્ષિક મહાસંઘની કાર્યપ્રણાલી વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે મહાસંઘના કાર્યકર્તાઓ શિક્ષણકાર્યની સાથે કોરોના જેવી કુદરતી આફતો કે માનવ સર્જીત આફતો વખતે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ સાથે રહીને સેવાકાર્ય કરતું સંગઠન છે અને વર્ષ દરમ્યાન માતૃશક્તિ વંદના, કર્તવ્ય બોધ દિવસની ઉજવણી,વર્ષ પ્રતિપદા દિવસની ઉજવણી,ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી સમાજમાં શિક્ષકનું ગૌરવ પ્રસ્થાપિત થાય એવા કાર્યો કરે છે.