(અહેવાલ: જયેશ બોખાણી) : નાયબ નિયામક બાગાયત કચેરી મોરબી દ્વારા અર્બન હોર્ટીકલ્ચર (શહેરી બાગાયત) તાલીમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ડે-એન.યુ.એલ.એમ.ના સખીમંડળના બહેનો તથા તેમના પરીવારના બહેનો અને અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબીના તાલીમાંર્થી બહેનો મળીને 50 થી વધુ બહેનો માટે આ કાર્યક્રમ તા.03ના રોજ સંસ્થાના પ્રમુખ રંજનબેન ભાયાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી ખાતે યોજાયેલ હતો.
જેમાં બાગાયતી તાલીમની સાથે બિયારણ વિતરણ અને શાકભાજી ફૂલછોડ રોપવા ફ્રી માં દરેકને કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ હળવા નાસ્તા સાથે કીટ (પેન-પેડ-ફોલ્ડરફાઈલ) પણ આપવામાં આવી હતી.