મોરબી : શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના બે ઋષિકુમારો અયોધ્યા મુકામે શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત પ્રતિનિધિત્વ કરશે

શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ, મોરબી ખાતે આયોજીત રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા 2023/2024 માં મોરબી જિલ્લાની એક માત્ર શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના બે ઋષિકુમારો એ ગોલ્ડ મેડલ મેળવી વિદ્યાલય, સંસ્થા તથા મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે.

આ બંને ઋષિકુમારો આગામી ફેબ્રુઆરી મહિનામાં અયોધ્યા મુકામે અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.