મોરબીની સેવાકીય સંસ્થા યુવા શક્તિ ગ્રુપનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ તરીકે જાણીતુ મોરબીનુ યુવા શક્તિ ગ્રુપ કે‌ જે મોરબી અને રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી, અકસ્માત જેવા ઈમરજન્સી સમયે હેન્ડ ટુ હેન્ડ ના અનોખા ધ્યેય સાથે બ્લડ ની તાત્કાલિક જરૂરીયાત પુરી પાડે છે. ગ્રુપની અવિરતપણે ચાલતી આ સેવામા પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ૨૪/૭ દિવસ રાત જોયા વગર ૩૬૫ દિવસ કોઈપણ‌ બ્લડ ની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે તથા હજારો લોકોને જીવનદાન આપી ચૂકયુ છે તથા ગતવર્ષ ૨૦૨૩ મા જ ગ્રુપ દ્વારા ૮૭૮ જેટલી બોટલ બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત પુરી પાડવામાં આવી છે અને આગળ પણ આ સેવા અવિરતપણે ચાલુ રહેશે ત્યારે ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર‌ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યું છે.

તદુપરાંત ગતવર્ષ થીજ ૦‌ થી ૧૨ વર્ષના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ગ્રુપ દ્વારા મોરબીના વાઘપરા વિસ્તારમાં દરેક પુષ્યનક્ષત્ર ના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ૫૦૦ થી પણ વધારે બાળકો લાભાન્વિત થયા છે ત્યારે આવનારા સમયમાં પણ ગ્રુપ દ્વારા મોરબીના અન્ય જરૂરીયાતમંદ વિસ્તારમાં પણ નિઃશુલ્ક પણે સુવર્ણ‌પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોરોના સમયથીજ ઓક્સિજનના જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક પણે ૫ લિટર ના ઓક્સિજન મશીન ની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે મશીન સંપૂર્ણ પણે ઇલેક્ટ્રિક પાવર પર ચાલે છે તથા હવામાંથી ઓક્સિજન મેળવી શુદ્ધ કરી જરૂરીયાતમંદ ને પુરી પાડે છે. આ ઓક્સિજન મશીન તથા બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત માટે તથા ઈમરજન્સી ની જરૂરીયાત સમયે રક્તદાન રુપી મહાદાન કરવા ઈચ્છતા લોકોને ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર‌ સંપર્ક કરવા ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે.

તેમજ યુવા શક્તિ ગ્રુપ ની તમામ સેવાઓ મોરબીના તમામ લોકો માટે નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે
તથા યુવા શક્તિ ગ્રુપ સંપૂર્ણપણે ગ્રુપના સભ્યો તેમજ સ્પઓન્સર ના આપસી સહયોગ થી ચાલતુ હોવાથી યુવા શક્તિ ગ્રુપ કોઈપણ‌ પ્રકારના માધ્યમથી આર્થિક દાન બહારથી એકત્રિત કરતુ નથી જેની નોંધ લેવી તથા આવુ ધ્યાનમાં આવતા સત્વરે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપના‌ મેન્ટોર પિયુષભાઈ બોપલિયાની યાદીમા જણાવામાં આવ્યું છે.