મોરબી : ઉમા ટાઉનશીપમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

મોરબી શહેરના ઉમા ટાઉનશીપ પરીવાર અને સંસ્કાર ફિઝીયોકેર સેંટર ના સંયુક્ત ઉપક્રમે તા. ૭ જાન્યુઆરી, ૨૦૨૪ ને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.

નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકશે.
૧) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.
૨) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો
૩) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ
૪) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).
૫) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, વગેરે
૫) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ
૬) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર.
૭) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે
આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.
તેમજ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મો. ૮૧૬૦૨૮૨૪૫૬, ૯૬૩૮૧૪૦૯૫૭ પર સંર્પક કરવો.

કેમ્પ સ્થળ : ઉમા વિદ્યા સંકુલ, ઉમા ટાઉનશીપ, સામાકાંઠે, મોરબી-૨,તારીખ:- ૭ જાન્યુઆરી, ૨૦૨૪ (રવિવાર), સમય :- સવારે ૮:૩૦ થી ૧૨:૩૦

કાયમી સરનામું: સંસ્કાર ફિઝીયોકેર સેંટર વીએનસી કોમ્પલેક્ષ, શોપ ૨૦૮/૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ,સામાકાંઠે, મોરબી મો. ૮૧૬૦૨૮૨૪૫૬.