મોરબી જીલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં લોકવાદ્ય સંગીત અને દુહા છન્દ ચોપાઈ બંને સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા પ્રથમ

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત તેમજ મોરબી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી સંચાલિત મોરબી જીલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા ગત ૭ ડિસેમ્બરના રોજ વાંકાનેરના ચંદ્રપુર ખાતે મોહમદી લોકશાળા ખાતે યોજાઈ હતી

જેમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ -૩ માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરા એ લોકવાદ્ય સંગીત -અ અને દુહા -છન્દ -ચોપાઈ બંને સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ જે બદલ સાર્થક વિદ્યામંદિર ના સંચાલક કિશોરભાઈ શુક્લ તેમજ પ્રાથમિક વિભાગના HOD પલ્લવીબેન કણસાગરા અને સમગ્ર શિક્ષકોએ અભિનંદન પાઠવેલ. મહેન્દ્ર આગામી પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ઉપરોક્ત બંને સ્પર્ધામાં મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.