મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળાની એક્સપોઝર વિઝીટ યોજાઈ
મોરબીની પીએમશ્રી પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે વધુ એક પ્રવૃત્તિ યોજવામાં આવી,વિદ્યાર્થીઓ વાંચેલું ભુલી જતા હોય છે, જોયેલું સમજાઈ જતું હોય છે પણ જાતે કરેલું જાતે હરહંમેશ યાદ રહી જાય છે એવા હેતુ સાથે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની એક્સપોઝર વિઝીટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ.
જેમાં વિદ્યાર્થીનીઓને અભ્યાસક્રમમાં આવતા સ્થળોનું પ્રત્યક્ષ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે શાળામાં અભ્યાસ કરતી બાળાઓને તુલસીશ્યામ,પ્રાંચી પીપળો, સોમનાથ,ભાલકાતીર્થ, ગીરનાર, ઉપરકોટનો કિલ્લો, અડચડી વાવ,નવઘણ કૂવો, પ્રાણી સંગ્રાહાલય,કાગવડ,જલારામ મંદિર વીરપુર વગેરે સ્થળોની મુલાકાત કરાવી,ઇતિહાસ વિષયમાં આવતા ઐતિહાસિક સ્થળોની વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મુલાકાત કરાવી હતી.તમામ સ્થળોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ ખુબજ રોમાંચિત થઈ હતી,આનંદિત થઈ હતી, એક્સપોઝર વિઝીટ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા પ્રિન્સિપાલ, કાળુભાઈ વી.પરમાર અધ્યક્ષ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી,દયાળજી બાવરવા, દિનેશભાઈ સાવરિયા, જયેશભાઈ અગ્રાવત, નિમિષાબેન ચાવડા, નિકિતાબેન કૈલા વગેરે સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.