તારીખ ૧૧/૧/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર શક્તિ પ્લોટ તથા કાયાજીપ્લોટ ના રામભક્તો દ્વારા ભવ્યાતિભવ્ય બેન્ડ વાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહિલાઓ દ્વારા સામૈયુ પણ કરવામાં આવ્યું હતું.
જેમાં મણીધર હનુમાન મંદિર મહંત શ્રી હરી ચરણદાસજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત ના નિવાસસ્થાને – પ્રમુખ હાઈટ્સ ખાતે રાખવામાં આવ્યો હતો.
જેમાં જેઠાભાઇ મિયાત્રા (મહામંત્રી શ્રી ભાજપ મોરબી જીલ્લા), નિર્મલભાઈ જારીયા (પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ – બક્ષિપંચ મોરચો), પરેશભાઈ કચોરીયા (ઉપ પ્રમુખ મોરબી શહેર ભાજપ), દિગ્વીજયસિંહ જાડેજા ( ક્ષત્રિય સમાજ અગ્રણી), નૈમિષભાઈ પંડિત ( કારોબારી સભ્ય મોરબી જિલ્લા યુવા ભાજપ), રૂપેશભાઇ રાણપરા ( સંયોજક મોરબી પ્રખંડ – બજરંગદળ), સી. ડી. રામાવત (અધ્યક્ષ મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ), ભાવિનભાઈ ઘેલાણી (અધ્યક્ષ શ્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર ), નેવિલભાઈ પંડિત (અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા), શ્યામભાઈ ચૌહાણ ( મહામંત્રી રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લો), લખનભાઈ કક્કડ ( ઉપાધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લો), વિવેકભાઈ સીતાપરા ( સહ પ્રભારી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લો)
ઉપસ્થિત – મોરબી અગ્રણી તેજસભાઈ બારા, મનીષભાઈ હીરાણી, મનોજભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
ત્યાર બાદ અક્ષત કળશને વાજતે ગાજતે યાત્રા શક્તિપ્લોટ મેઇન રોડ થઈને મણીધર હનુમાન મંદિર ખાતે સર્વે ભક્તો એ તેના દર્શન અને પૂજનનો લાભ લઇ શકે એ માટે સ્થાપન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ યાત્રા મુખ્યમાર્ગો થઈને કયાજીપ્લોટ-૮ ખાતે ખુબજ મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહીને મહારતી કરવામાં આવી.