નજીવી બાબતે ઘરથી નીકળી ગયેલ સગીરાને અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગથી ઘરે પરત મોકલી
તારીખ:-11/01/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે સગીર વયની દીકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે ત્યારબાદ181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે સગીરા સુધી પહોંચેલ તે સજન વ્યક્તિએ જણાવેલ કે સગીરા એકલા હોય અને ક્યારના રોતા હોય ત્યારબાદ અભયમ ટીમ દ્વારા સૌપ્રથમ સગીરા ને સાંત્વના આપી સલાહ સુચન માર્ગદર્શન આપી સરળતાપૂર્વક કાઉન્સેલિંગ કરેલ
તો તેમણે જણાવેલ કે તેમની માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય માટે સાંત્વના આપેલ અને સમજાવેલ કે હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તેમના માતા પિતાને ફોન કરી બોલાવેલ અને તેમની માતા-પિતાને સોપેલ અને ત્યારબાદ તેમના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેમની દીકરીને નવા કપડા લેવાની ના પાડતા તેમની માતા પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળી નહીં અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા-પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા જણાવેલ આમ ટીમ દ્વારા ઘરેથી નીકળી ગયેલી સગીરા નું તેમના પરિવાર સાથે મિલન કરાવેલ