એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, કેરમ સ્પર્ધાનું કરાયું આયોજન, સ્પર્ધામાં ભાગ લેવા ૨૦ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) ભાઈઓ/ બહેનોની એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, કેરમ વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના ફોન નંબર ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.