અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બન્યું છે ત્યારે બગથળા આંગણવાડી ખાતે નાના નાના ભૂલકાઓ એ બાલ સ્વરૂપ રામ,લક્ષમણ,જાનકી ના વેશ પરિધાન કરી રામમય વાતાવરણ બનાવી દીધું હતું.આગમન સમયે રસ્તાઓ ફૂલથી શણગારવામાં આવ્યા હતાં.
આ વધામણાં કાર્યક્રમમાં આંગણવાડી નંબર ૯૯ અને ૧૦૦ ના પરમાર મનીષાબેન (AWW),ઠોરિયા ભાવિકાબેન (AHW),ચાવડા દયાબેન(AHW) એ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પાયલબેન ડાંગર (MS) ખાસ ઊપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.