તા- ૨૧/૦૧/૨૦૨૪ રાત્રે ૮:૩૦ કલાકે રાસગરબા, ૨૨/૦૧/૨૦૨૪ ના કાર્યક્રમની પરેખા સવારે ૫:૦૦ થી ૭:૦૦ પ્રભાતિયા, સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા, સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ રામજી મંદિરે મહાઆરતી, બપોરે ૩:૦૦થી પ:૦૦સુંદર કાંડ, સાંજે પ:૦૦ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો લોક સાહિત્યકાર : મનસુખભાઈ વસોયા, ૨૨/૦૧/૨૦૨૪ ના દિવસે આટલું જરૂરથી કરવા નમ્ર વિનંતી સવારે ઘરે ઘરે રંગોળી કરવી, આસોપાલવના તોરણ બાંધવા, બપોરે ઘરે લાપસી જમવામાં બને તેનો આગ્રહ રાખવો, રાત્રે ઘરે ઘરે દીવા કરવા.
ટંકારા તાલુકાના હડમતિયા ગામે શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે તેના માટે બધા ગ્રામજનો હાજર રહે તેવી નમ્ર વિનંતી, મહાઆરતીમાં બધા ખાસ હાજર રહે હડમતિયા ગામના જે પણ પરિવાર બહાર ગામ રહે છે તે બધા પરિવારને હાજર રહેવા નમ્ર વિનંતી.
નોંધ : આપણી હિન્દુ સંસ્કૃતિના ભવ્ય અવસર નિમિતે આપણે બધા પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપીએ. (ભાઈઓ : ઝભ્ભો-પાઈઝામાં, બહેનો : સાડી, દિકરીઓ: ડ્રેસ)