નવી કલાવડી પ્રાથમિક શાળા મુકામે અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં કાર્યકમને દીપાવવા માટે ઉપસ્થિત મેહમાનઓમાં મુખ્ય વક્તા શ્રી વિપુલભાઈ અઘારા( રાજકોટ વિભાગ કાર્યવાહ RSS), નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. ગરચર, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો જે.જી.વોરા, મોરબી જિલ્લા મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહસંગઠન મંત્રી અને તાલુકા મહિલા ઉપાધ્યક્ષ ડો.લાભુબેન કારાવદરા, તાલુકા મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા, બી.આર.સી. મયુરસિંહ પરમાર હાજરી આપી હતી.
કાર્યકમની શરૂઆત સૌપ્રથમ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠન મંત્ર કરવામાં આવ્યો. ત્યારબાદ કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટય મુખ્ય મેહમાન દ્વારા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને નવી કલાવડી પ્રાથમિક શાળાના બાળા દ્વારા સ્વાગત ગીત કરવામાં આવ્યું. દરેક મંચસ્થ મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
આ અવસરે વાંકાનેર તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને મહેમાનોને આવકાર્યા.
ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સુંદર શૈલીમાં વ્યક્તિની ફરજ વિશે સુંદર વાત રજૂ કરી કર્તવ્યબોધ દિવસ અંગે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ વિપુલભાઈ અઘારા કાર્યવાહ રાજકોટ વિભાગ RSS દ્વારા કર્તવ્ય બોધ દિવસના અંતર્ગત માહિતીગાર કર્યા કે કર્તવ્ય બોધ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું શું મહત્વ છે? તેના વિશે સચોટ માહિતીથી માહિતગાર કર્યા. શિક્ષણ અને સંસ્કાર દ્વારા જ દરેક વ્યક્તિને કર્તવ્યબોધ થાય છે એ સચોટ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું. સાથે સાથે દરેક નાગરિકમાં નાગરિકતાનો બોધ અને સ્વદેશી, રાષ્ટ્રપ્રેમના ગુણ માટે અલગ દ્રષ્ટાંત દ્વારા કર્તવ્ય બોધનું મહત્વ સમજાવ્યું. જેમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે અને સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર વિશે પ્રસંગને અનુરૂપ માહિતી આપી,જેમાં સ્વામી વિવેકાનંદે ધર્મયુદ્ધ અને સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા યુદ્ધ લડ્યા હતા.બંને મહાનુભાવોના જીવનચરિત્રમાં આજની પેઢીને જીવન ચરિત્રને અનુસરીને આગળ વધવું જોઈએ,રાષ્ટ્રપ્રેમ વિકસાવો જોઈએ. આજીવન ચરિત્ર વિશે સમાજના દરેક નાગરિકએ, શિક્ષકોએ પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું કર્તવ્ય કરાવું જોઈએ.
આ કાર્યક્રમમાં અનેક શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને દિપાવ્યો હતો.અંતે નવી કાલાવડી પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ બારૈયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહેમાનોનું આભાર વ્યક્ત કર્યું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં વાંકાનેર તાલુકાના સંગઠન મંત્રી કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ નિરવભાઈ બાવરવા જિલ્લા પ્રચારમંત્રી દ્વારા કલ્યાણ મંત્ર કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો.