“ગીર” ફાઉન્ડેશન ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (“ગીર”) ફાઉન્ડેશન દ્વારા સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાના ભાગરૂપે ગ્રીનિંગ ટેકનિક્સ, ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ સ્થાનિક જૈવિક વિવિધતા અને ખાસ કરીને જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધન ના મહત્વને સમજવા જેવી બાબતોને સાંકળી લેતી Sustainable Lifestyle Practices અંગે હિંગોળગઢ અભયારણ્ય ખાતે તાલીમ વર્ગો યોજે છે.
જેમાં પ્રકૃતિ જીવન અનુલક્ષી અલગ અલગ વિષયો પર માર્ગદર્શન સેમિનાર તેમજ વન ભ્રમણ, પક્ષી દર્શન તેમજ વેળાવદર કાળિયાર અભયારણ્યની મુલાકાત વગેરે બે દિવસીય કાર્યક્રમો યોજેલ.
જેમાં ફોરેસ્ટર રામાણીના માર્ગદર્શન હેઠળ ભાવેશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણ આપવામાં આવેલ.